પ્રેમ પ્રસંગો.. - અર્ધ સત્ય

  • 1.7k
  • 1
  • 498

આજની પૂર્તિમાં અનિકેતની કવિતા આવી હશે.... આરાધ્યાએ દોડીને છાપું લઇ લીધું અને કવિતા વાંચવા લાગી.વાહ શું શબ્દો !કેટલા ઉમદા વિચાર ! કેટલી સકારાત્મકતા અને કેટલો પ્રેમ છલકાય છે. એમના શબ્દોમાં !કોઈ એટલું લાગણીશીલ હોવા છત્તાય એટલું સકારાત્મક કઈ રીતે હોઈ શકે ? આટલા ઉમદા વિચાર ..અનિકેતના શબ્દે શબ્દે આરાધ્યના મુખમાંથી તારીફ નીકળતી. આરાધ્યા શહેરની નામાંકિત કોલેજમાં 'ઇકોનોમિક્સ' ની પ્રાધ્યાપિકા હતી. ગુજરાતી ભાષા પ્રત્યે ખુબ લગાવ. વાંચનનો અજબ શોખ. પુસ્તક ,છાપું કે કોઈ પત્રિકા કાંઈનું કઈ વંચાતી હોય. ઘરમાં એકલી જ રહેતી. માતા પિતા ગામમાં રહેતા. નોકરીને લીધે અહીં એકલા રેહવું પડતું. કોલેજની નજદીકના વિસ્તારમાં ભાડે ફ્લેટ રાખેલો એટલે કોલેજ પછી