સવાઈ માતા - ભાગ 67

  • 1.9k
  • 842

અચાનક મળેલા નિમંત્રણથી મૂંઝાઈને ઊભેલી રમીલાને વીણાબહેને થોડી હળવાશ અનુભવાય તે આશયથી કહ્યું, "રમીલા, તારો ભાઈ નોકરીએ લાગી જશે પછી એના અને એની પત્નીના જીવનમાં થોડી શાંતિ થઈ જશે, નહીં?" રમીલા થોડા સ્મિત સાથે બોલી, "હા, એ તો સાચી વાત. રાજીને તો આનંદ આનંદ થઈ જશે. એણે તો ક્યારેય પોતાને પાકાં મકાનમાં રહેવાનું થશે એમ વિચાર્યું પણ નથી. જો બધું બરાબર રહ્યું તો તો તેનાં બાળકો પણ ભણશે - આ સમુ અને મનુની જેમ જ. મારાં..." વીણાબહેન આછેરું હસતાં બોલ્યાં, "હા, એ તો મને જાણ છે જ. એ બેય તારાંથી નાનાં, બરાબરને? આમ પણ તારી મમ્મીને એ બેયને બપોરે એકલાં