અગ્નિસંસ્કાર - 69

(14)
  • 2.1k
  • 1
  • 1.3k

નાયરા એ કેશવને તૈયાર કર્યો અને કહ્યું. " હમમ..હવે રેડી..." નાયરા એ અરીસો કેશવ સમો કર્યો. કેશવ એ તો શરમાઈને પોતાની આંખો જ બંધ કરી દીધી. " હવે શરમાવાનું બંધ કર...જો તો કાચમાં કેવી મસ્ત લાગે છે મારી કેશી...." " શું મસ્તી કરે છે?? હું આ છોકરીનો ડ્રેસ પહેરીને બહાર નહિ જાવ..." કેશવે પોતાનો અણગમો વ્યક્ત કરતા કહ્યું. કેશવે પિંક કલરનો ડ્રેસ પહેરી રાખ્યો હતો જે નાયરા એ તેમને જબરજસ્તી પહેરાવ્યો હતો. " તારે વધારે સમય ક્યાં પહેરવાનો છે? કલાક બે કલાકમાં તો પાછા આવી જશું....અને એવું હોય તો એક કામ કર તું માથે દુપ્પટો ઓઢી લે.....જો હવે કાચમાં તારી