અગ્નિસંસ્કાર - 68

(15)
  • 1.8k
  • 2
  • 1.1k

નાયરાને તેણે પલંગ પર સુવડાવી અને એમના પર ચાદર ઓઢાડી. નાયરાના વાળ જે આગળ આવીને ગાલ સાથે રમત રમી રહ્યા હતા તે વાળને કેશવે કાનની પાછળ ધકેલ્યા." શું કરું જગાડી દવ? ના ના... જાગશે તો ફરી ડરના મારે થરથર કાંપવા લાગશે...જો તો સૂતી છે તો પણ કેટલી સુંદર લાગે છે..!.આજ અમાસની રાત છે છતાં પણ મને લાગે છે હું ચાંદને નિહાળી રહ્યો છું....અરે આ શું થઈ ગયું મને? હું આવી વાતો ક્યારથી વિચારવા લાગ્યો...? જલ્દી સૂઈ જવું પડશે નહીંતર આમ જ જો હું આને તાકતો રહીશ તો સવાર સુધીમાં તો હું આખી ગઝલ લખી નાખીશ..." કેશવ પણ ત્યાં જ બાજુમાં