સરકારી નોકરી સારી પણ તે જ જોઈએ એવી જીદ ખોટી

  • 2.2k
  • 2
  • 872

આજકાલ દરેક માબાપનું સપનું હોય છે કે તેમનો દીકરો કે દીકરી કોઈ મોટાં સરકારી અધિકારી બને, સરકારના ઉચ્ચ હોદ્દા પર બિરાજે તેમજ પોતાના પરિવાર અને સમાજનું નામ ઉજ્જવળ કરે. આ ઘેલછાને કારણે આજે દરેક વ્યક્તિ પોતાનાં સંતાનને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવે છે. તેના માટે ક્લાસિસની મસમોટી ફી ભરે છે. બાળકને કોઈ તકલીફ ન પડે તેની સંપૂર્ણ તકેદારી રાખે છે. સરકારી નોકરી મેળવવી એ સારી વાત છે. સરકારી નોકરીમાં ભવિષ્ય સુરક્ષિત હોય છે અને સુખમય જીવન જીવવાની બધી સગવડતા પ્રાપ્ત થાય છે. તેથી તેના માટે પ્રયત્ન કરો એમાં કશું ખોટું નથી. પણ સરકારી નોકરી જ છેલ્લો વિકલ્પ છે,