સ્વપ્ન સુંદરી

  • 1.9k
  • 498

*સ્વપ્ન સુંદરી* "રાત.. ઢલ ચૂકી હે સુબહ બેકરાર હે…તુમ્હારા.. ઇન્તઝાર હૈ..તુમ..પુકાર લો…" ફરી ઋજુલના સ્પેશિયલ રૂમમાં ગીત ગુંજી ઉઠ્યું. આ રોજનો ક્રમ હતો! આમ એ રૂમમાં જવાનો ચોક્કસ સમય ન હતો પરંતુ નિયમિત રીતે જતો તો ખરો જ અને આ જ ગીત વગાડતો એ પણ રિપીટ રિપીટ ! "ઍય, નિમુ જો તો આપણી પ્રેમયાત્રાને જોતજોતામાં પાંચ વર્ષ પૂરાં થઈ ગયાં. તારામાં તો તસુભારેય ફરક નથી પડ્યો પણ હું સફેદી ઓઢી રહ્યો છું. કોઈકના પણ સફેદવાળ જોઈ તું કેવું બોલતી એ યાદ આવ્યું..'આ આમ ને આમ સફેદી ઓઢી ને બુઢ્ઢાઓ દેખાય કાળું ઢોળાવતાં હોય તો કોઈ સામું ય જુએ..!' તારી દરેક