તારી પીડાનો હું અનુભવી - ભાગ 4

  • 1.9k
  • 1
  • 938

બરાબર દસ વાગે હું ત્યાં પહોંચી. મીતે દરવાજો ખોલ્યો. એના મમ્મી સામે સોફામાં બેઠા હતા. એક વિશાળ ડ્રોઈંગ રૂમમાં મોટો સોફાસેટ અને એક સુંદર કાર્પેટ સૌથી પહેલા જ ધ્યાન ખેંચી લે એવા દેખાતા હતા. બારી પર ગોલ્ડન અને રેડ કલરનાપડદા હતા. ઘર વેલ ડેકોરેટેડ હતું.‘કેમ છો આન્ટી?’‘મજામાં બેટા. તું કેમ છે? ઘણા વર્ષે દેખાઈ.’‘હા આન્ટી. ઘણા વર્ષે મીત મળી ગયો. એટલે પાછું આવવાનું થયું.'‘મિરાજ ક્યાં છે? દેખાતો નથી?’ આગળ શું વાત કરવી એ ખબર ના પડતા મેં પૂછ્યું.‘મિરાજ બેટા, સંયુક્તાદીદી આવી છે.’ આન્ટીએ એને બોલાવ્યો.‘આવું છું.’ અંદર રૂમમાંથી જવાબ આવ્યો.‘શું લઈશ તું?’ આન્ટીએ પાણીનો ગ્લાસ મને આપતા કહ્યું.‘કંઈ નહીં આન્ટી.’“તમે