પ્રેમ - નફરત - ૧૨૪

(11)
  • 1.8k
  • 2
  • 1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૨૪ રચનાને માની વાત પર વિશ્વાસ આવી રહ્યો ન હતો. પોતે મા બનવાની છે એ વાત જાણીને એક તરફ અંદરથી હર્ષ થઈ રહ્યો હતો અને બીજી તરફ માનું આ પગલું નવાઈ પમાડી રહ્યું હતું. અચાનક એનો હાથ પોતાના પેટ પર ગયો અને એને લાગ્યું કે એમાં કોઈ જીવ છે. માએ આમ કર્યું હશે એની એ કલ્પના કરી શકતી ન હતી. એ તો બાળકથી છૂટકારો મેળવીને લખમલભાઈના પરિવારને બરબાદ કરવાનું મિશન પૂરું કરવા પર ધ્યાન આપી રહી હતી. બદલો લેવા પોતાની જિંદગી સાથે આવનારા બાળકનો પણ ભોગ લઈ રહી હતી.‘હા બેટા, હા, તું મા બનવા