ખજાનો - 83

  • 802
  • 1
  • 512

અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા. આજુબાજુ નજર ફેરવતા દરેકના ચહેરા પર એક જ પ્રશ્ન વર્તાઈ રહ્યો હતો કે,"ગાડીને શું થયું..?" ડ્રાઇવર પણ સમજી ન શક્યો કે," અચાનક ગાડીને શું થયું...?" ચારે બાજુ ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલા જંગલની વચ્ચોવચ ગાડી ઉભી રહી ગઈ હતી. અંધકારની સાથે જંગલની ભયાનકતા પણ એટલી હતી કે ગાડીની બહાર નીકળવાની કોઈની હિંમત થતી ન હતી. "ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું કે શું...?" હર્ષિતે પૂછ્યું. "પંચર તો નથી થયું ને...?" ઈબતિહાજ બોલ્યો. " કોઈ ટેક્નિકલ ખામી થઈ કે શું ભાઈ...?" જૉનીએ પૂછ્યું. એક સાથે સૌ પોતાના મનમાં ઉદ્દભવતાં પ્રશ્નો પૂછી