ખજાનો - 81

  • 716
  • 1
  • 460

ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિંમત હારી જઈશું તો લિઝાને કેવી રીતે સંભાળી શકીશું..? ઈશ્વરે આપણી પાસેથી જહાજને છીનવી લીધું છે. પરંતુ એનો મતલબ એ નથી કે માઈકલ અંકલ સુધી પહોંચવાનો બીજો કોઈ માર્ગ જ ન હોય. અત્યારે આપણે હિંમત અને ધીરજથી કામ લેવું પડશે. મને વિશ્વાસ છે જરૂરથી આપણે માઈકલ અંકલ સુધી પહોંચી શકીશું." બધાના આંસુ લુછતા જોનીએ દરેકને આશ્વાસન આપતા કહ્યું. હર્ષિત...સુશ્રુત અને ઈબતિહાજ પણ જૉનીની વાતથી સહમત થઈ હકારમાં મોઢું હલાવી અને મનોમન હિંમત રાખવાનો નિશ્ચય કર્યો. ચારેય યુવાનો વિલા મોઢે લીઝા અને અબ્દુલ્લાહી મામુ પાસે જવા નીકળ્યા. દૂરથી પોતાના ચારેય