ખજાનો - 77

  • 788
  • 1
  • 514

" શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તાઈ રહી છે..? આપનો ચહેરો કોઈ સમસ્યાનો અણસાર આપી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કહો ચુકાસુ..! શું થયું..?" પોતાના મિત્રનો ચહેરો વાંચતા, અબ્દુલ્લાહીજીએ ચુકાસુના ખભે હાથ મૂકી ચિંતાનું કારણ પૂછ્યું. "અહીંની પ્રજા અને આરબોએ મળીને અંગ્રેજોને કાયમ માટે આ દેશમાંથી ભગાડવા માટેનું મોટું આંદોલન છેડ્યું છે. ઝાંઝીબારના કિનારે વિશાળ પાયે અંગ્રેજોનો વેપાર થાય છે અંગ્રેજોની સત્તાને નબળી પાડવા માટેનું એક જ શસ્ત્ર છે, જે છે સમુદ્ર કિનારે થતો તેમનો વેપાર. આ જ કારણે આંદોલનકારીઓએ અંગ્રેજોના બધા જ જહાજ અને કોઠીઓ સળગાવવાનું શરૂ દીધું છે. આ સમાચાર અંગ્રેજો