ખજાનો - 76

  • 776
  • 1
  • 498

બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ્રાઇવર ખુશ થઈ ગયો. " અબ્દુલ્લાહિજી...! મિસ્ટર ચુકાસુએ મને તમને લેવા માટે મોકલ્યો છે. તેમના ઘરે તમારા ડિનર અને રાત્રિરોકાણ માટેની સુવિધા કરવામાં આવી છે. ઝડપથી વેનમાં બેસો. હું તમને તેમના ઘરે પહોંચાડી દઉં...!" કહેતા ડ્રાઇવર વેનમાં બેઠો. બાકીના પણ ફટાફટ વેનમાં ગોઠવાઈ ગયા. રંગબેરંગી લાઈટોથી શોભતી સ્ટોન ટાઉન સિટીની ભવ્ય અને સુંદર ઇમારતોની રોનક રાત્રિ દરમિયાન કંઈક અલગ જ દેખાઈ રહી હતી. જોવા માટે મજબૂર કરતી તે ભવ્ય ઇમારતો સૌ કોઈનું દિલ જીતી લેતી હતી. " આટલી સુંદર સીટીને અંગ્રેજો કેવી રીતે છોડીને પાછા ચાલ્યા જાય..?