ખજાનો - 75

  • 542
  • 1
  • 326

"તો ચલો.. ત્યાં જઈને આપણે કોઈક સુંદર મજાના ડ્રેસ રેન્ટ પર લઈને પહેરી લઈએ...! કેવો રહ્યો મારો આઈડિયા...?" હરખ ઘેલો સુશ્રુત બોલ્યો. " એકદમ સુપર્બ...!" લિઝાએ સુશ્રુતના બંને ગાલ ખેંચીને કહ્યું. ને પછી બધા તે દુકાન તરફ આગળ વધ્યા. બધાએ ફેન્સી ડ્રેસની શોપમાંથી પોતપોતાને યોગ્ય લાગતા સુંદર મજાના વસ્ત્રો ધારણ કરીને અંગ્રેજોની તે ભવ્ય ઈમારતમાં પ્રવેશ્યા જ્યાં ટૂંક સમયમાં જ મેજિક શો શરૂ થવાનો હતો. છએના ચહેરા પર ભવ્ય ઈમારતમાં પ્રવેશવાનો અદભુત આનંદ છવાયેલો હતો. "ભવ્યાતિભવ્ય મિચાસુનાં આજના આ મેજિક શૉમાં આપ સૌનું સ્વાગત છે. " કહેતા એક એન્કરે હોલમાં પધારેલા સૌનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યાં તો ફુલોની પાંદડીઓની વર્ષા