પ્રેમ સમાધિ - પ્રકરણ-71

(13)
  • 2.3k
  • 2
  • 1.4k

પ્રકરણ-71 રેખા અને ભૂપતનાં સંવાદ ચાલી રહેલાં... બીજી બાજુ ભાઉ અને દોલત એમની મસ્તીનાં ઘૂંટ પી રહેલાં. સાંજની લાલી ધીમે ધીમે ધેરાઇને રાતનાં અંધકારમાં પરિવર્તિત થઇ રહી હતી... વાતાવરણ અને જળ બધું શાંત થવા લાગ્યું હતું કુદરત એની કરિશ્મા બતાવી રહી હતી. દોલતની સામે થોડીવાર જોઇ રહીને ભાઊ બોલ્યાં.. “એય દોલત.. તું તો આ શરાબનાં ઘૂંટ મારતો મારતો શાંત થઇ ગયો પણ જો ને આ કુદરતનો ક્રમ...” દોલત થોડી વિસ્મયતાથી ભાઉની સામે જોઇ રહ્યો... ભાઉએ આગળ કીધુ. “કુદરત સવારે ઉષ્મા, શક્તિ આપે કામકાજ કરવા બળ ઉત્સાહ આપે સાંજ પડતાં પડતાં શ્રમનો આરામ આપે. સાંજ પછીતો રાત્રીની શીતળતા શાંતિ અને ...”