ધૂપ-છાઁવ - 138

(11)
  • 1.6k
  • 2
  • 692

અપેક્ષા ફૂલોની પથારી ઉપર પગ મૂકતાં મૂકતાં હરખભેર પોતાના વ્હાલસોયા વંશમને લઈને પોતાની મા લક્ષ્મીના ઘરમાં પ્રવેશી રહી હતી...આજે જાણે લક્ષ્મીને પોતાની દીકરી હવે ખુશ છે તેવો પૂરેપૂરો અહેસાસ થયો અને મનને ખૂબ જ શાંતિ થઈ...આ બાજુ અક્ષતનો વિડિયો કોલ ચાલુ હતો... અક્ષત અને અર્ચના પણ મામા અને મામી બની ગયા તેથી ખૂબ જ ખુશ હતાં...તેમણે તો પોતાના ભાણેજ માટે એક બેગ ભરીને કપડા અને રમકડાં પણ ઈન્ડિયા મોકલાવી દીધા હતા...આખોયે પરિવાર જાણે ખુશીની નદીમાં નાહીને તૃપ્ત થઈ રહ્યો હતો...પરંતુ ધીમંત શેઠના હ્રદયમાં એક વાત શૂળની જેમ ચૂભી રહી હતી...ડોક્ટર પરેશભાઈના એ શબ્દો તેમના કાને અથડાઈ અથડાઈને પાછા વળી રહ્યા