"આજે શું છે? કેમ કોલેજની બહાર સ્ટેજ બનાવે છે?""આ તાબદાન શેનું છે?""બકા, આજે શેનો કાર્યક્રમ છે?"આવા કેટલાય સવાલોથી કોલેજનું પાર્કિંગ ઘેરાયેલું હતું. વર્ગખંડથી લઈને કેન્ટીન બધે આ જ પ્રશ્નો હતા. ચારેય બાજુ ઘોંઘાટ છે. પ્રોફેસર જે બોલી રહ્યા છે એ છેલ્લી બેન્ચ સુધી સંભળાતું ન હતું. છેલ્લી બેન્ચ પર બેઠેલો માનવ આ બધાથી અકળાયેલો હતો. સવારે પાર્કિગમાં સ્ટેજ બનવાને લીધે ટ્રાફિક જામ થયેલો એટલે વર્ગમાં મોડો આવેલો. તેથી છેલ્લી બેન્ચ પર બેસવું પડેલું. સવારથી એનું મગજ ગરમ હતું. પોતે મોડો હોવાથી પ્રોફેસરોને ફરિયાદ પણ કરતે તો પોતે જ સાંભળવું પડતે. અને આમ પણ કોઈ પ્રોફેસરોને ફરિયાદ સાંભળવામાં રસ હોતો નથી.