બહાર રોડ પર આવી હું એક કોર્નર પર ઊભી રહી. રોનક બાઈક લઈને આવ્યો. હું જ્યાં બાઈક પર બેસવા જાઉ ત્યાં તો...હુ૨૨૨રે... જોરથી અવાજ સંભળાયો.મેં પાછું વળીને જોયું તો મારી સ્કૂલમાં ભણતો છોકરો મીત પાછળ ઊભો હતો.‘હાય,’ હું બાઈક પરથી નીચે ઊતરી. ‘આજે ક્લાસમેટ્સ ડે લાગે છે.’ ‘કેમ?’‘હમણાં જ ઈશિતા મળી અને હવે તું.’‘હવે બીજી પંદર-વીસ મિનિટ પાક્કી.’ રોનક મનમાં જ બબડ્યો. પણ એય આજે મારામાં આવેલા બદલાવને આશ્ચર્ય અને આનંદની મિશ્ર લાગણીથી નિહાળી રહ્યો હતો. આજે એને મોટી બહેનને જોવી ગમતી હતી.‘હાઉ આર યૂ?’ એણે નવાઈભરી દ્રષ્ટિથી મારી સામે જોયું.‘ફાઈન, તું કેમ છે?’ મારા મોઢા પર ખુશીનો ઊભરો હતો.‘બંદા