લવ યુ યાર - ભાગ 50

  • 2.9k
  • 2
  • 2k

ઈન્ડિયા આવવા માટે સાંવરી પોતાના સાસુની પરમિશન લઈ રહી હતી અને તેમને કહી રહી હતી કે, " હા મોમ, થોડા દિવસનો તો સવાલ છે પછી ડેડીની તબિયત સારી થશે એટલે તરત જ હું અહીંયા પાછી આવી જઈશ. " અલ્પાબેન: સારું વાંધો નહીં બેટા તો આવજે ઈન્ડિયા. મીતને એકલા મૂકીને જવાનું સાંવરીનું મન જરાપણ નહોતું પણ પોતાના ડેડીને કારણે તે તૈયાર થઈ હતી અને તેમાં પણ પછી તો પોતાના મધર ઈન લોવની પરમિશન મળી એટલે સાંવરીને થોડી રાહત થઈ તેણે તરતજ મીતને પોતાની ટિકિટ બુક કરાવી દેવા કહ્યું અને તે જ દિવસની રાત્રિની ટિકિટ તેને મળી ગઈ. સાંવરીએ ફટાફટ પોતાનો સામાન