અ - પૂર્ણતા - ભાગ 1

(23)
  • 8.6k
  • 1
  • 5k

એસીપી મીરા શેખાવતની ગાડી સડસડાટ રસ્તા પર દોડી રહી હતી. રવિવાર હોવાથી રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હતો. એસીપી મીરા શેખાવત પાંચ ફૂટ નવ ઇંચની હાઇટ ધરાવતી સ્ત્રી હતી. એક પોલીસ ઓફિસરના ચહેરા પર હોવી જોઈએ એવી કડપ ન હતી પણ એક સૌમ્યતા હતી. શરીર કસાયેલું હતું, પોલીસની આકરી તાલીમ જો લીધી હતી. એક ખૂન કેસના વહીવટમાં રવિવાર સવારની ચા પણ પીવાની રહી ગઈ હતી. ફટાફટ ઘટના સ્થળે પહોંચવાની ઉતાવળમાં તેણે ડ્રાઈવરને ગાડી થોડી વધુ સ્પીડ ચલાવવાની સૂચના આપી. સાથે સાથે એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને પણ ઘટના સ્થળે જલ