અમીર ખાનદાનની વહુ

  • 2.3k
  • 920

"અરે ! મંજુબેન તમને ખબર પડી, પેલા રમીલાબેનનો દીકરો ધવલ બહુ જ અમીર ખાનદાનની વહુ લાવવાનો છે. આ રમીલાબેન તો સાવ ભોળા છે, રમેશભાઈના ગયા પછી ધવલ એની મમ્મીને પૂછ્યાં વગર પાણી પણ પીતો નહોતો ને હવે આ અમીર ખાનદાનની વહુ આવીને મા દીકરાને અલગ કરી નાખશે. શું ખબર કેવાં સંસ્કાર હશે આ અમીરોના ઘરનાં..!" સવાર સવારના પહોરમાં શકુબેને કહ્યું. મંજુબેને કહ્યું," હશે હવે જેનાં નસીબમાં દુઃખ જ લખ્યું હોય એને છેક સુધી સહન કરવું જ પડે. ચાર વર્ષ પહેલાં રમીલાબેન પતિ વગરના થઈ ગયાં ને હવે વહુ એમને દીકરા વગરના કરી દેશે તો રમીલાબેનનું શું થશે..?" બસ મંજુબેન અને