અઢારમો અધ્યાય એના પછી ગરુડજીએ પૂછ્યું - હે ભગવન્! તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો. પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં કહ્યું- ૧૦૦૦ વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્યિક લય થાય છે અને કલ્પના અંતમાં ૧૦૦ વર્ષ સુધી પાણી નથી વરસતું. એના પછી રૌદ્ર રૃપવાળા સાત સૂર્યના ઉદય થાય છે. તે સૂર્ય બધું જળ પી લે છે અને આખી જગતી સૂકાઈ જાય છે. ભગવાન વિષ્ણુ જ રુદ્ર થઈને સંસારને સળગાવે છે. અર્થાત્ પહેલાં હું ત્રણ લોકનો દાહ કરું છે અને પછી પ્રમુખ વાદળોનું સર્જન કરું છું. જ્યારે આખું ચરાચર એક થઈ જાય છે અને સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય છે, તો હું અનંત