એક હતી કાનન... - 11

  • 672
  • 358

એક હતી કાનન... - રાહુલ વોરા (પ્રકરણ - 11)આમ ને આમ પોતાની જાત સાથેની વાતમાં,જાત સાથેની રાત્રિ,લગ્ન પછીની પ્રથમ રાત્રિ પૂરી થઇ.કાનન ભુજથી બસ બદલી માંડવીની બસમાં બેઠી.કંડકટરે પણ તેને બસ બદલવા માં મદદ કરી.કાનને તેનો આભાર પણ માન્યો.બસ બદલવા સાથે જ કાનન ના વિચારોએ પણ કરવટ બદલી.સવારની તાજગીએ પણ એમાં ભાગ ભજવ્યો.વિચારોનાં ઘોડાપૂર ઓસરી ગયાં હતાં.મન પણ એકદમ હળવું થઇ ગયું હતું.મન ની શાંતિએ એક યોગ નિંદ્રાનો અનુભવ કરાવ્યો અને જાણે કે આખી સંઘર્ષમય જિંદગીનો થાક ઉતર્યો હોય એવું કાનને અનુભવ્યું.માંડવી આવી ગયું.રીક્ષા કરીને કાનન ઘરે પહોંચી.બેલ મારી.બારણું ખૂલ્યું.બારણું પપ્પાએ જ ખોલ્યું.અડગ,મુશ્કુરાતી કાનન ને જોઇને ધૈર્યકાન્ત સ્તબ્ધ થઇ ગયા.કાનન