શ્રી શ્રી રવિશંકર

  • 1.8k
  • 1
  • 578

જન્મ પર્વની અનેક શુભકામનાઓ…ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી આપનાં આશીર્વાદ અને કૃપા વિશ્વ માનવ કલ્યાણ માટે અવિરત બની રહો તેવી ઈશ્વરને અનંત પ્રાર્થનાઓ. શ્રી શ્રી રવિશંકરજી એક માનવતાવાદી નેતા, આધ્યાત્મિક ગુરુ અને શાંતિદુત છે.તેમના તણાવમુક્ત, અને હિંસાવિહીન સમાજના દ્રષ્ટિકોણને કારણે દુનિયાના લાખો લોકો એમના સેવા કાર્યો અને આર્ટ ઓફ લિવિંગના કોર્સ સાથે જોડાઈ ચુક્યા છે.૧૯૫૬માં દક્ષીણ ભારતમાં જન્મેલા શ્રી શ્રી રવિશંકરજી એક મેઘાવી અને પ્રતિભાશાળી બાળક હતા. ચાર વર્ષની ઉંમરે તો તેઓ પૌરાણીક સંસ્કૃત ગ્રંથ ભગવદ્ ગીતાના પાઠ કડકડાટ બોલતા હતા અને એ બાળઅવસ્થામાં ઘણીવાર એકાંતમાં ધ્યાન કરતા જોવા મળ્યા હતા. તેમના પહેલા ગુરુ હતા શ્રી સુધાકર ચતુર્વેદી, કે જેઓ ઘણા