ત્રિભેટે - 18

  • 1.8k
  • 1
  • 718

પ્રકરણ 18રિંગની લાઈટ બંધ થઈ એટલે પ્રાગે ઈશારાથી નયનને ત્યાંજ બેસવાનું કીધું...જયંત, જેને સવારે લાવ્યાં હતાં એને એની સામે પ્રકૃતિ અને પ્રહર ને પણ..સુમિત અને કવનને એ લોકો થી દુર બાથરૂમમાં લઈ ગયો... પછી કહ્યું " મને લાગે છે, એ લોકોએ નયનકાકાની એપલરીંગ ને એનાં ફોન સાથે કનેક્ટ કરી અને એમાં રેકોર્ડિંગ અને વીડીયો કેપ્ચર કરે છે"..એણે વધું માહિતી આપતાં કહ્યું.." આપણો ઘોંઘાટ સાંભળી એ થોડીવાર માટે બંધ થઈ..એટલે એણે આપણાં પર નજર રાખવાં કોઈને બેસાડ્યાં હશે..અને પોતે રીમોટલી સુચનાઓ આપતો હશે...કેમકે બોસ હાજર હોય તો આવી ચુક ન થવાં દે"સુમિતે પ્રાગની પીઠ થાબડી" આજની સ્માર્ટ જનરેશન" અને કવનને કહ્યું