કાંતા ધ ક્લીનર - 4

  • 2.6k
  • 1
  • 1.9k

4.રાત્રે મોડે સુધી ડ્યુટી કરી તરત પાછા? મને એનાથી કોઈ ફેર પડતો નથી. આ હોટેલ હોય કે ઘર, મારે માટે બધું સરખું છે.મારા પપ્પા એક એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા. તે દિવસે હું ખૂબ દુઃખમાં હતી. લગભગ આખો દિવસ રડી હતી. મારી મમ્મીને તો ટ્રાંકવિલાઈઝર આપી સુવાડી દેવી પડેલી પણ મારે તો સ્વસ્થ રહેવું પડેલું. અગ્નિસંસ્કાર પછીને બીજે જ દિવસે સવારે હું ડ્યુટી પર હાજર થઈ ત્યારે ગાર્ડ વ્રજકાકા અચંબાથી બોલી ઉઠેલા "કાંતા, તું? અત્યારે? તારા પપ્પા ગુજરી ગયા ગઈકાલે તે?" મેં કહેલું, " કાકા, મારા પપ્પા ગુજરી ગયા છે, હું નહીં. તો શું કામ નોકરીએ ન આવું?" હું એમ કહી