ખજાનો - 70

  • 584
  • 1
  • 380

ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરેલ હતાં. થોડીક દૂર નાની નાની નાવડીયો પણ હતી. વેપારી બંદર હોવાથી લોકોને અવરજવર પણ વધારે હતી. તેમાં કાળા અને ગોરા બંને પ્રકારના માણસો હતા. અબ્દુલ્લાહી સિવાય બાકીના પાંચેય જણ આ ટાપુ પર પહેલીવાર આવ્યા હતા. આથી જહાજમાંથી ઉતરીને અબ્દુલ્લાહી આગળ થયા અને પાછળ પાછળ બાકીના પાંચે મિત્રો ચાલતા થયા. લિઝા, જોની, હર્ષિત અને ઈબતીહાજ આજુબાજુના લોકો, તેઓનો વર્તન વ્યવહાર તેમજ ઝાંઝીબારના ટાપુઓનું અવલોકન કરી રહ્યા હતા. જ્યારે સુશ્રુત ડરનો માર્યો નીચે જોઈએ ચૂપચાપ ચાલી રહ્યો હતો. તેના મનમાં ડર હતો કે કોઈ મને સવાલ પૂછી લેશે તો..? હું તેનો યોગ્ય જવાબ