ખજાનો - 61

  • 640
  • 1
  • 446

"વાત તારી બરાબર છે, પરંતુ મને કંઈક અજીબ ફીલિંગ થઈ રહી છે.મને અંદરથી એવું થાય છે કે આપણે કિનારા પર ચાલ્યા જવું જોઈએ. કિનારો બહુ દૂર નથી તો આજની રાત ત્યાં રોકાઈ જવામાં શું હર્જ છે...?" અબ્દુલ્લાહીએ કહ્યું. એવામાં જહાજના નીચેના ભાગમાંથી કંઈક અવાજ આવ્યો. આ સાંભળી બધા જ મિત્રો જહાજની નીચેના ભાગ તરફ ગયા અને ત્યાં જઈ બધાએ જે દ્રશ્ય જોયું તે જોઈ બધાં ચોકી ગયા. જહાજના નીચેના ભાગમાં એક બાજુ એન્જિન અને બીજી બાજુ ખાલી પડેલ જગ્યામાં અનાજનો કોઠાર હતો. બે-ત્રણ મહિના સુધી ચાલે તેટલું અનાજ તેમજ ડ્રાયફ્રુટ ભરેલા હતા. અનાજની બાજુની દિવાલ પાસે એક તિરાડ પડી હતી.