ખજાનો - 45

  • 1.2k
  • 1
  • 698

(આપણે જોયું કે સોમાલિયાના રાજા નુમ્બાસા પાસેથી રાજગાદી પાછી મેળવવાનું વિચારતા. લિઝા હીરા અને સોનાના ખજાના વિશે તેમજ પોતાના ફસાઈ ગયેલા પિતા વિશે રાજાને જણાવે છે. હવે આગળ...) " મારા ડેડ ત્યાં સુધી પહોંચી ગયા હતા.તેઓ દક્ષિણ આફ્રિકામાં ખરેખર સોના અને હીરાનો ખજાનો છે કે નહીં..? તે જાણવા અને ખજાનો શોધવા દક્ષિણ આફ્રિકા ગયા હતા. પરંતુ ત્યાંના ખૂંખાર અને ખતરનાક આદિવાસીઓ એ તેમને કેદમાં કરી લીધા.તેમાંથી ડેવિડ અંકલ તો ત્યાંથી છૂટીને ઘરે આવી ગયા પણ મારા ડેડ હજુય ત્યાં જ ફસાયેલા છે.આથી તેઓને છોડાવવા હું નીકળી હતી. જૉની મારો કઝિન અને ડેવિડ અંકલનો સન છે. હર્ષિત અને સુશ્રુત મારા મિત્રો