ખજાનો - 43

  • 1.2k
  • 1
  • 742

આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાની યોજના બનાવે છે, પણ સાપોથી છુટકારો મેળવતાં તેઓએ દીપડાનો સામનો કરવો પડ્યો. રાજાની સૂઝબૂઝથી પાંચેય ગુપ્ત સુરંગ સુધી પહોંચી જાય છે. અને સુશ્રુતને ભોજન મળતાં તેનાં જીવને રાહત મળે છે. હવે આગળ....) " મારી મદદ...? મારી શુ મદદ જોઈતી હતી..? તમે લોકોએ મને કોટડીમાંથી બહાર કાઢ્યો છે. હું તમારો ઋણી છું. હું વચન આપું છું કે કોઈપણ ભોગે હું તમને મદદ કરીશ. પણ એ પહેલાં મારે કંઈ પણ કરીને મારી રાજ ગાદી પરથી નુમ્બાસાને હટાવવો પડશે." રાજાએ રૂઆબથી કહ્યું. "આપની મદદ વિના અમે મારા ડેડને આદિવાસીઓની કેદમાંથી છોડાવી શકશું નહીં.