" ઓય..! પાગલ..! તેં એકદમ સાચું કહ્યું છે. અમે તને એટલે જોઈ રહ્યા છીએ કે તારાં જેવો વિચાર અમને કેમ ન આવ્યો." લિઝાએ કહ્યું. આમ, વિચારી ચારેય મિત્રો સોમાલિયાના કિનારાના નગરમાં પ્રવેશ્યા. પ્રવેશતાં જ સોમાલિયાની સરહદી ધરતી ધ્રૂજવા લાગી. ચારેયને આજુબાજુ નજર કરી તો ખબર પડી માત્ર તેઓ જ્યાં ઉભા હતા ત્યાં જ ધરતી ધ્રૂજતી હતી. ચારેય મિત્રો દોડીને નગરમાં પ્રવેશ્યા. ગજબનું નગર હતું. કિનારાથી થોડે જ દૂર હોવા છતાં સુંદર અને આકર્ષક વૃક્ષો તેની ઘટાદાર કાયા વિવિધ રંગના ફૂલોથી શોભતા હતા. થોડે આગળ ગયા એટલે સોમાલિયા નગરનો વિશાળ દ્વાર નજરે ચડ્યો. વિશાળ બે હાથી સૂંઢમાં પાણી સાથે ફુલ છાંટતા