ખજાનો - 29

  • 1.3k
  • 1k

" સોમાલિયાના રાજાને કેમ મળવાનું છે ? એ જણાવવા કે આફ્રિકાનાં જંગલોમાં ક્યાંય ખજાનો નથી..! " સુશ્રુતે કહ્યું. " ના, સૂસ..! તેઓને ખજાનાં વિશે કંઈ જ નથી કહેવાનું." " તો કેમ તેમને મળવાનું છે ? " " મારાં ડેડને બચાવવા માટે તેમની મદદ લેવા માટે મળવાનું છે. આદિવાસીઓનું ટોળું મોટું હશે. તેઓ પાસે તીક્ષ્ણ હથિયારો હશે. આપણે ચાર વગર હથિયારે મારા ડેડને આદિવાસીઓનાં હાથમાંથી કેવીરીતે છોડાવી શકશું ? આ માટે આપણે સોમાલિયાના રાજા પાસેથી લશ્કરી મદદ લેવાની છે " લિઝાએ કહ્યું. " લિઝા..! તને શું લાગે છે ? આપણા કહેવાથી તે આપણને મદદ કરવા તૈયાર થઈ જશે ? " જોનીએ