ખજાનો - 29

  • 770
  • 1
  • 324

ત્રણ-ચાર કલાક આમ જ વીતી ગયા. ત્યાં અચાનક જ જોર જોરથી કોઈ અવાજ સંભળાવા લાગ્યો. ધીમે ધીમે તે અવાજ નજીક આવતો હોય તેવો ભાસ થતો હતો. એક એક કરી ફટાફટ ચારે મિત્રો ઉઠી ગયા. અવાજની દિશા તરફ જોયું તો તે જોઈને ચારેય મિત્રો ચોંકી ગયા. ચારેયની આંખો ફાટી ગઈ. ચારેના મુખમાંથી એક જ વાક્ય નીકળ્યું, “ઓહ માય ગોડ..!” ઇમુ જેવા દેખાતા પક્ષીઓનું ટોળું તેઓની તરફ એક સાથે દોડીને આવતું હતું. એક સાથે આવતા પક્ષીઓના ટોળાને જોઈ ચારેય મિત્રો ઊભા થઈ ગયા અને દોડીને દરિયાના પાણીમાં ભાગી ગયા. ક્ષણભરમાં તો ટોળું ક્યાંય દૂર સુધી ચાલ્યું ગયું. પણ ગભરાયેલા આ ચારેય મિત્રોના