ખજાનો - 28

  • 1.3k
  • 1
  • 932

“સૂસની વાત કેટલી પણ સીરીયસ કેમ ન હોય..!અંતે ખાવાની વાત તો આવી જ જાય..!” લિઝાએ હસીને કહ્યું. “હા તે શરીર આટલું મોટું છે તો ખાવા તો જોઈએ જ ને..! મને તો નવાઈ એ વાતની લાગે છે કે તમને બધાને મારી જેમ ભૂખ કેમ નથી લાગતી..?” મૂંઝવણમાં મુકાઈ ગયો હોય તેવો ચહેરો બનાવી સુશ્રુતે કહ્યું. તેને જોઈ બાકીના ત્રણેય મિત્રો જોર જોરથી હસી પડ્યા. “સુશ્રુત તને ખબર નથી. ભૂખ તો અમને પણ લાગે છે. પણ અમે તારાથી સંતાઈને ખાઈ લઈએ છીએ. આપણા જહાજમાં સિલેક્ટેડ ખોરાકનો અલગ એક જથ્થો છે. જે વિપરીત સમયમાં કામ લાગે છે. અમે તો તેમાંથી ભરપૂર ખોરાકનો આનંદ