ખજાનો - 26

  • 958
  • 1
  • 614

" ફટાફટ જહાજ તરફ ચાલો..! હા..હા..હા..! જહાજ પર જઈને કહું કે આપણે કેમ હસીએ છીએ..!" જોનીએ જહાજ તરફ જવાનો ઈશારો કરતાં કહ્યું. ચારેય મિત્રો જોર જોરથી હસતા હસતા જહાજ પર ગયા. જોનીએ એન્જીન ચાલુ કરી જહાજને કિનારાથી દૂર લઈ ગયો. ધીમે ધીમે બધાનો પોતાના હાસ્ય પર કન્ટ્રોલ થયો. " થેન્ક ગોડ..! હવે મારી હંસી બંધ થઈ..! હસી હસીને તો મારું પેટ ને ગાલ બન્ને દુઃખી ગયા..! બાપ રે..! આટલું બધું તો હું મારા જીવનમાં નથી હસી..!" લિઝાએ નોર્મલ થતાં કહ્યું. " સાચું કહ્યું યાર..! આજ આપણે બહુ હસ્યાં..! હસી હસીને થાકી જ ગયા." સુશ્રુત બોલ્યો. " હસવું સ્વાસ્થ્ય માટે સારું