“હા અમે તમારું કંઈ નથી બગાડયો..! અમે તો ખાલી તમને જોવા અહીં આવ્યા હતા. પ્લીઝ અમને જવા દો.” સુશ્રુતે આજીજી કરતાં કહ્યું. બધી જલપરીઓ એકબીજા સામે જોવા લાગી. દરેક અંદરોઅંદર વાતો કરવા લાગ્યા અને કોલાહલ મચી ગયો. જ્યારે મહાજલપરી તેના આસન પર સ્થિતપ્રજ્ઞ થઈ વિચારી રહી હતી. મહા જલપરીએ પોતાના સ્થાન પર બેઠા બેઠા ઘંટડી વગાડી. ઘંટડીનો અવાજ સાંભળતાં જ સૌ શાંત થઈ ગયા. " તમે માનવો પોતાનો વિકાસ સાધવા માટે અને પોતાના આર્થિક ઉત્થાન માટે દિવસેને દિવસે પાણીના પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છો. તમને સૌને ખબર છે કે દરિયામાં રહેનાર દરેક સજીવ પાણીના પ્રદુષણથી મુશ્કેલી અનુભવે છે. તમે માનવો