ખજાનો - 13

  • 1.4k
  • 1.1k

" અહીંથી લગભગ ત્રણ ચાર કિલોમીટર દૂર જ જંગલ હશે. જંગલમાંથી કંઇક તો ખાવા લાયક મળી રહેશે." હર્ષિતે જંગલ તરફ નજર કરતાં કહ્યું. જહાજને બરાબર લાંગરી ચારેય જંગલ તરફ ગયા. ગાઢ જંગલમાં વૃક્ષોમાં ઘણી અજાયબીઓ હતી. વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળ્યા.ઘણાબધા એવા વૃક્ષો હતા કે જેને નાના મોટા ફળ આવેલ હતા. સુશ્રુત તો ફળોથી લચેલા વૃક્ષોને જોઈ ગાંડોતુર બની ગયો અને દોડ્યો ફળ ખાવા. તેણે જેવું ફળ હાથમાં લીધું ને જોનીએ બૂમ પાડી. " સૂસ..! તે ફળ ખાતો નહિ...! જલ્દી તેને નીચે ફેંકી દે ..!"જોનીની ચીસ સાંભળીને સુશ્રુત ફળ ખાતો અટકી ગયો. તેને સમજ ન પડી કે જોનીએ તેને