ખજાનો - 12

  • 1.4k
  • 1.1k

" જોની..! તું પહેલાંથી કહે કે તું દરિયામાં ગયો ત્યારે શું થયું અને તે જલપરીને કેવીરીતે જોઈ.!" લિઝાએ પૂછ્યું." હું દરિયામાં ગયો. કિનારાથી થોડે દુર અને ઊંડો ઉતર્યો. મને એમ કે ત્યાં જઈશ તો ખાવા માટે નવા જીવ મળી રહેશે. પણ ત્યાં એક મોટી માછલી મને ખાવા મારી પાછળ પડી. તેનું સ્વરૂપ રાક્ષસી હતું. મને એમ કે આજ તો હું ગયો જીવથી. પણ અચાનક શું સુજ્યું કે મેં તે માછલીને બરાબર જોવા તેની સામે ટૉર્ચ કરી. તો માછલી ત્યાં જ અટકી ગઈ. તે મારી નજીક નહોતી આવતી, પણ મારાથી દૂર પણ નહોતી જતી. મને થયું હવે અહીંથી બહાર કેમ નીકળવું..?