ખજાનો - 11

  • 1.6k
  • 1.2k

" સૉરી ફ્રેન્ડ્સ..! મેં દરિયામાં બધે તપાસ કરી પણ ક્યાંય મને જોની દેખાયો નહિ." હર્ષિતે નિરાશ થઈ કહ્યું. હર્ષિતની વાત સાંભળી સૂસ અને લિઝા પણ હતાશ થઈ ગયાં. ત્રણેયને જોનીની ચિંતા થવા લાગી. શું થયું હશે તેને..? ક્યાં ગાયબ થઈ ગયો તે..? જેવા પ્રશ્નોએ ત્રણેયના મગજને ચકરાવે ચડાવ્યા હતાં." સૂસ..! જોનીને શું થયું હશે..? તેને કંઈ થઈ ગયું તો હું ડેવિડ અંકલને શું જવાબ આપીશ..?" રડમસ અવાજે લિઝાએ કહ્યું." ઓહ..ગોડ..! પ્લીઝ જોનીને અમારી પાસે જલ્દી લાવી દો." ભગવાનને પ્રાર્થના કરતા સુશ્રુતે કહ્યું. હર્ષિત પણ ચિંતા કરવા લાગ્યો.ત્રણેય મિત્રો નિરાશ થઈ દરિયા સામે નજર રાખી બેસી ગયા. તેઓનું મન નહોતું માનતું