ખજાનો - 10

  • 1.3k
  • 996

થોડા દિવસ આમ જ ગયા. એકાદ દિવસમાં તેઓ સોમાલિયા પહોંચી જવાના હતા. પરંતુ તેમના નક્કી કરેલા દિવસ અનુસાર આજનું ભોજન સમાપ્ત થઈ ગયું હતું. આખો દિવસ ખાધા-પીધા વગર ચલાવવું કેમ..? જેમ તેમ કરીને એક દિવસ કાઢવાનો હતો. સુશ્રુત થી તો ભૂખ્યા જ રહેવાય નહીં. “અરે યાર એક દિવસ ખાધા વિના કેવી રીતે ચાલશે..?” સુશ્રુતે કહ્યું. “એમ સમજવાનું કે એક દિવસનો આપણે ઉપવાસ કર્યો છે..!” હર્ષિતએ હસીને કહ્યું. “ના હોં મારાથી એક દિવસ શું એક ટંક પણ ખાધા વિના ન ચાલે..! આટલું મોટું મારું શરીર ખાધા વિના કેવી રીતે ચાલે..!” સુશ્રુતે પેટે હાથ ફેરવતા કહ્યું. “જો સૂસ આમ તો તું ડાયટ