ખજાનો - 6

  • 582
  • 342

" પણ..પણ તે ડેવિડ અંકલને પૂછ્યું કે નહીં..? " સુશ્રુતે કહ્યું. " ના, મૉમની પરમિશન લઈને આવ્યો છું." દૂર દેખાતાં ડેવિડ અને જેનિસાને તેણે હાથ હલાવી બાય કર્યું. ડેવિડે પણ હસીને બાય કહ્યું. લિઝાએ ફરી જહાજનું એન્જીન ચાલુ કર્યું. જહાજ ઘરથી દૂર દૂર જવા લાગ્યું. ડેવિડ અને જેનિસા જહાજ દેખાતું બંધ ન થયું ત્યાં સુધી અનિમેષ નજરે જહાજને જોઈ રહ્યાં. લિઝા,સુશ્રુત,હર્ષિત અને જોની ચારેય જહાજની ઉપરની ખુલ્લી અગાસીમાં ભેગા થયા. સુસવાટાભર્યો ઠંડો પવન વાતો હતો. ચારેય બાજુ બસ પાણી જ પાણી હતું. ખુલ્લા આકાશમાં તારલાઓ ટમટમતાં હતા. ચમકતાં તારલાઓ અને અર્ધચંદ્રમાનું પ્રતિબિંબ સમુદ્રના પાણીમાં પડતાં અદ્દભુત દ્રશ્ય સર્જાયું હતું. ચારેય