ખજાનો - 5

  • 1.8k
  • 1.5k

લિઝાના મક્કમ ઇરાદાને સુશ્રુતે ટેકો આપતાં કહ્યું, " લિઝા..! જો તેં ખરેખર નક્કી કરી લીધું જ છે કે તું અંકલને છોડાવવા દરિયો ખેડી દક્ષિણ આફ્રિકા જઈશ..તો તું ચિંતા ન કર..!તારો આ દોસ્ત સૂસ..હરપળ તારી સાથે રહેશે.આપણે જરૂરથી અંકલને આદિવાસીઓની ચુંગાલમાંથી છોડાવી લાવીશું." સુશ્રુતની વાત સાંભળીને હર્ષિત પણ બોલ્યો," તમારાં બન્નેની સાથે હું પણ આવીશ. બોલો ક્યારે નીકળવું છે..?" " અરે..ત્યાં જવું..તમે ધારો છો એટલું સરળ નથી..! તમે લોકો હજુ નાના છો..અમારાથી તમને ત્યાં એકલાં ન મોકલાય..!" ડેવિડે કહ્યું. " ડેવિડભાઈ બરાબર કહે છે.ત્યાં જવું જોખમભર્યું છે. માઈકલને આદિવાસીઓની કેદમાંથી છોડાવવાનો કોઈ બીજો ઉપાય શોધીએ." જેનિસાએ કહ્યું. " બીજો કોઈ ઉપાય