દરિયા નું મીઠું પાણી - 31 - ચોથો દિકરો

  • 1.4k
  • 550

ધનિયા....ઓ....ધનિયા...અંદરથી મધુકાકા નો ખાંગ સાથે ગળફા કાઢતાં કાઢતાં ઠરડાઇ ગયેલો અવાજ આવતો હતો, ધનિયો પણ કંટાળી ગયેલો, અંદર જાય એટલે ડોહો ગરમ ભડકા જેવો થઈ જાય અને કામમાં કોઈ ઠેકાણા ના હોય, એકજ વાત "બીડી લાઇ દે" અને ડોકટરે કિધેલું કે બીડી મોત નોતરશે, મધુકાકાને છેલ્લી કક્ષાની ટીબી હતી, લાસ્ટ સ્ટેજ વાળી અને શહેરની હોસ્પિટલમાં દાખલ કરેલા અને ત્યાં બેવાર ખાનગીમાં બીડી પિતા પકડાયા, અને એ તો પીએ પણ બીજા દશને બીડી પાએ, હોસ્પિટલના સ્ટાફે નોટિસ આપેલી અને આખરે ત્રીજી વાર પકડાતા એમનો બોરીયો બિસ્તર ગામડા ભેગો કરી દીધેલો,દવાઓ સમજતા ધનિયા ને કલાક લાગેલો, પણ પછી ભૂલી ગયો, ગામડે આવીને