તારી પીડાનો હું અનુભવી - ભાગ 2

  • 2.7k
  • 1
  • 1.4k

વીસ મિનિટમાં અમે નાટક હોલ પહોંચી ગયા. લોકોની નજર કોઈ એલિયનને જોતા હોય એમ મારા પર સ્થિર થઈ જતી. બધાને પસાર કરતા હું અને રોનક આગળ વધ્યા.‘રોનક, પોપકોર્ન ખાશે?’‘હા, હું જઈને લઈ આવું.’ રોનક આગળ વધ્યો.‘આજે હું લઈ આવું છું.' મેં તેનો હાથ પકડીને તેને રોક્યો.એ નવાઈ પામ્યો. કંઈ બોલ્યો નહીં પણ એની આંખોમાં આનંદ દેખાતો હતો. પોપકોર્નની લાઈનમાં મારી પાછળ બે આન્ટી ઊભા હતા. એમણે ધીમેથી મારા પર કમેન્ટ કરી,‘એ, આને જો તો, વાળ કેવા વિચિત્ર છે.'‘છે કે નથી એ જ ખબર પડતી નથી.’‘કદાચ કોઈ બિમારી હશે.' એક આન્ટીના મનમાં અચાન