પ્રેમનો ઈલાજ, પ્રેમ ! - 10

  • 1.6k
  • 1
  • 790

૧૦) પ્રેમનો ઈલાજ, પ્રેમ. સિદ્ધાર્થના સ્વસ્થ થવાની ખુશી ઘરમાં સૌના મુખ પર વર્તાય રહી હતી. સિદ્ધાર્થની વર્તણુકમાં ઘણો ફરક આવી ગયો હતો. તેમછતાં ડૉ.વિશાલભાઈએ સ્નેહાને હજુ સિદ્ધાર્થના વર્તન પર દેખરેખ રાખવાની સૂચના આપી હતી. એટલે સિદ્ધાર્થને સ્નેહા જોડે હજુ વધુ સમય પસાર કરવાનો મોકો મળી ગયો. સિદ્ધાર્થ જ્યારે પણ સ્નેહા જોડે હોઈ ત્યારે આત્મિય ભાવ વધી જતો. તેને સ્નેહા જોડે ગાઢ સબંધ થઈ ગયો હતો. મિતેષભાઈને સિદ્ધાર્થ સંપૂર્ણ સ્વસ્થ જણાયો. તેઓ વિલંબ કર્યા વિના જ સિદ્ધાર્થ પાસે જઈને નિર્મલભાઈની છોકરી તાન્યા જોડે લગ્ન કરવાની વાત કરી. સિદ્ધાર્થે કોઈ જવાબ ન આપ્યો. તે ચુપચાપ રહ્યો. નિર્મલભાઈએ ધંધાના ફાયદા અને તાન્યાના વખાણ