સંવેદના સભર પુસ્તક પરિચય

  • 4.1k
  • 1.3k

સંવેદના સભર પુસ્તક પરિચયપુસ્તક : “સો પૂરાં ને માથે એક”કિમત :રૂ. ૨૪૯/-પ્રકાશક મહેન્દ્ર પી.શાહ.નવભારત સાહિત્ય મંદિર,અમદાવાદ.(www.navbharatonline.com પરથી ઓનલાઈન પણ મંગાવી શકાય છે. 10% discount ) ‘સો પૂરાં ને માથે એક'(માત્ર કથા નહીં વેદના સંવેદના) લેખકશ્રી પ્રફુલ શાહના સંવેદનાસભર હૃદયની અનુભૂતિ કરાવતી નવલકથા–સુરેન્દ્રનગર જિલાના લીંબડીના ચોરણિયા ગામની વિશિષ્ટતા સમાજમાં રજૂ કરે છે.જે ઉતમ પ્રેરણાદાયક બની રહે છે.ચાર દાયકાથી પત્રકાર હોવા સાથે લેખક શ્રી શાહની કલમમાં હૃદયની સંવેદના દર્શાવતી આ નવલકથા એક વિશિષ્ટ સંવેદનાત્મક સામાજિક ક્રાંતિ જરૂર સર્જશે, એવું કહી શકાય.સમાજના હાલના ઘટનાક્રમને રજૂ કરતો અહેવાલ નવલકથા સ્વરૂપે મૂકીને તેમના જ આદરણીય માતા-પિતાને અર્પણ કરતા લેખક આજની પેઢીને ઉત્તમ ભાથું આપતા જાણે