બાળમજૂરી એક વૈશ્વિક સમસ્યા

  • 1.8k
  • 544

બાળમજૂરી એ વૈશ્વિક સમસ્યા છે અને પ્રત્યેક દેશમાં વણથંભી ચાલે છે, જેના પર સત્વરે કાબૂ પામવો જ રહ્યો. 14 વર્ષથી ઓછી ઉંમરના શ્રમિકને બાળ મજૂર કે બાળશ્રમિક કહેવાય છે. યુનિસેફના અહેવાલ મુજબ, "સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતાં બાળ શ્રમિકોની સંખ્યા કુલ વસ્તીના પ્રમાણમાં વિશ્વમાં સૌથી વધુ ભારતમાં જોવા મળે છે.” ભારતીય અર્થતંત્રમાં બધાં જ ક્ષેત્રોમાં બાળ મજૂરી વિપુલ પ્રમાણમાં જોવા મળે છે, જેમકે હોટલો - ફેક્ટરીઓ, બાંધકામના ક્ષેત્રમાં, જોખમી વ્યવસાયોમાં જેવા કે કટાકડાના વ્યવસાયમાં કે ઈંટોના ભઠ્ઠામાં, કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલા કાર્યોમાં ખેત મજૂર, પશુ-પાલન કે મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓમાં જોવા મળે છે અને સેવાક્ષેત્રે ઘરનોકર, ચાના લારી-ગલ્લાઓ, હોટલો કે