એ નીકીતા હતી .... - 3

  • 2.1k
  • 1k

પ્રકરણ -૦3. વિચારો માંથી બહાર આવી ઇન્સ્પેક્ટર કોલેજ હોસ્ટેલ પહોંચ્યો.આજુ બાજુ વૃક્ષો થી ઘેરાયેલી ઇમારત સુંદર અને મોટી હતી.પ્રેવેશતા જ નજર ની સામે ખુલ્લું મેદાન,વોલીબોલ ની નેટ અને એકબાજુ સીટીંગ માટે ના બાંકડા ગોઠવણ દેખાઈ આવે. હોસ્ટેલ અને કોલેજ બે બિલ્ડીંગ એકજ ગેટ માં હતી.કોઈ પણ વ્યક્તિ ચાલી ને કોલેજ કે હોસ્ટેલ પર જઈ શકે.અહીં આવવાનો આ ત્રીજો ફેરો હતો.પણ આજે થોડીક ચહલ પહલ લગતી હતી.ડાબી બાજુ વળી ને તે સીધો જ પ્રિન્સિપલ (ડીન ) ની ઓફિસ માં ગયો.કે.કે સર (કૃષ્ણ કાન્ત શાહ ) ઓફિસ માં બેઠા હતા."આવો ઇન્સ.સાહેબ," તેમેને અભિવાદન કર્યું. "તમારે જે તપાસ કરવી હોય તે કરો અમારો