અણસાર - સમીક્ષા

  • 6.5k
  • 1
  • 2.2k

પુસ્તકનું નામ:- અણસાર સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- વર્ષા અડાલજાનો જન્મ: ૧૦ એપ્રિલ ૧૯૪૦ના રોજ થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યકાર છે. એમણે વાર્તાલેખન તેમજ નવલકથા લેખનમાં ઉચ્ચ કક્ષાનું યોગદાન આપ્યું છે, જે પૈકી ઘણુંખરું અત્યંત લોકપ્રિય સાબિત થયેલ છે. તેઓ એક નાટ્યકાર પણ છે અને નાટકો, સ્ક્રીનપ્લે અને રેડિયો માટે પણ લેખન કરે છે. તેમણે ૨૨ નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓના સાત ભાગ સહિત ૪૫ કરતાં વધારે પુસ્તકો લખ્યા છે. વર્ષા અડાલજાએ ૧૯૭૩-૭૬ દરમિયાન સ્ત્રી સાપ્તાહિક સુધાના તંત્રી તરીકે સાહિત્ય કારકિર્દી શરૂ કરી હતી. પછીથી તેઓ ૧૯૮૯-૯૦ દરમિયાન ગુજરાતી ફેમિનાના તંત્રી રહ્યા હતા. ૧૯૭૮થી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે