ગૃહપ્રવેશ - સમીક્ષા

  • 9.6k
  • 1
  • 3.4k

પુસ્તકનું નામ:- ગૃહપ્રવેશ  સમીક્ષક:- ડૉ. રંજન જોષી   લેખક પરિચય:- સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ દક્ષિણ ગુજરાતના બારડોલી નજીક આવેલા વાલોડ નગરમાં ૩૦ મે ૧૯૨૧ના રોજ થયો હતો. ૧૯૫૧થી ૧૯૮૧માં તેમની નિવૃત્તિ સુધી તેઓ વડોદરાના મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં લેક્ચરર, પ્રોફેસર અને છેલ્લે ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહ્યા. સોનગઢમાં ગાળેલા પ્રારંભિક સમયની તેમના જીવન પર અસર રહી હતી. ૮ વર્ષની ઉંમરે છૂપા નામે તેમણે બાલજીવન સામાયિકમાં કવિતા મોકલી હતી, જે તેમાં પ્રગટ થઈ હતી. કોલેજ જીવન દરમિયાન તેમણે ફાલ્ગુની સામાયિકનું સંપાદનકાર્ય કર્યું હતું. ઉપજાતિ (૧૯૫૬) તેમનું પ્રથમ સર્જન હતું. તેમણે મનીષા, ક્ષિતિજ, એતદ્ અને ઉહાપોહ સામાયિકોનું સંપાદન કર્યું હતું. તેઓ આધુનિક ગુજરાતી સાહિત્યના