એક ષડયંત્ર.... - ભાગ 88

(સિયા માનવના અબ્બાની માંગણી ના સ્વીકારતા, માનવ અને ઘરના લોકો ગુસ્સે થાય છે પણ સિયા હવે બળવા પર ઉતરી આવતા બધાનો ગુસ્સો વધારે ફૂટી પડે છે. કંઈક નિર્ણય લઈ માનવ અને તેનો મોટાભાઈ લાકડી લઈ આવે છે. હવે આગળ....) માનવના મોટાભાઈએ અને અનિશે તેને એક એક લાકડી મારી અને મારી મારી હોલની વચ્ચોવચ લાવી દીધી. આ બાજુ સિયા શું કરવું એ નક્કી જ નથી કરી શકતી અને માનવનો મોટોભાઈ અને માનવ બંને તેને લાકડી થી મારવા લાગ્યા. ખાસ્સી વાર તેને માર ખાધા પછી થોડી ઘણી બેહોશ થવા લાગી. અને તે માંડ માંડ પોતાની જાતને સચાવતી બોલી કે, “તમે આ શું